દુનિયાભરમાં સૌથી વધુ લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ તેના યુઝર્સની પ્રાઈવસી અને સિક્યોરિટીને વધુ મજબૂત કરવા માટે સતત નવા ફીચર્સ લાવી રહ્યું છે. આ કડીમાં હવે ખાસ કરીને એપલ (Apple) આઈફોન યૂઝર્સ માટે એક શાનદાર ખુશખબર સામે આવી રહી છે. મેટા (Meta) માલિકીની કંપની વોટ્સએપ ટૂંક સમયમાં iOS પ્લેટફોર્મ પર કેટલાક અત્યાધુનિક પ્રાઈવસી ફીચર્સ રજૂ કરવા જઈ રહી છે, જે આઈફોન યૂઝર્સની ચેટિંગ સિક્યોરિટીને 'નેક્સ્ટ લેવલ' પર લઈ જશે.

હવે ફોન નંબર શેર કર્યા વગર થશે ચેટ: આવી રહ્યું છે 'યુઝરનેમ' ફીચર વોટ્સએપના અત્યાર સુધીના સૌથી વધુ પ્રતિક્ષિત પ્રાઈવસી ફીચર્સમાંથી એક એવું 'યુઝરનેમ' (Usernames) ફીચર હવે આઈફોન માટે ટેસ્ટિંગના અંતિમ તબક્કામાં છે. આ ફીચર આવ્યા બાદ આઈફોન યૂઝર્સ કોઈ અજાણી વ્યક્તિ, બિઝનેસ પ્રોફાઈલ કે પબ્લિક ગ્રુપમાં પોતાનો પર્સનલ મોબાઈલ નંબર આપ્યા વગર માત્ર 'યુઝરનેમ' શેર કરીને ચેટ શરૂ કરી શકશે. આનાથી યુઝર્સનો પ્રાઈવેટ નંબર સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે અને સ્કેમ કે અનિચ્છનીય કોલ્સથી બચી શકાશે.