IPL 2026 નો લીગ તબક્કો હવે અંતિમ ચરણમાં છે અને પ્લેઓફમાં પહોંચનારી ચારેય ટીમોના નામ ફાઇનલ થઈ ગયા છે. રવિવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને હરાવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ ૧૬ પોઈન્ટ મેળવીને પ્લેઓફમાં પહોંચનારી ચોથી અને અંતિમ ટીમ બની ગઈ છે.

પંજાબ અને કોલકાતાની આશાઓ પર પાણી ફરી વળ્યું

રાજસ્થાનની આ શાનદાર જીતથી માત્ર મુંબઈ ઈન્ડિયન્સને જ નુકસાન નથી થયું, પરંતુ પંજાબ કિંગ્સ (PBKS) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ની પ્લેઓફમાં પહોંચવાની તમામ આશાઓ પણ ખતમ થઈ ગઈ છે. નોંધનીય છે કે પંજાબ કિંગ્સ ૧૫ પોઈન્ટ સાથે પાંચમા ક્રમે રહ્યું છે, જ્યારે કોલકાતાની ટીમ માત્ર ૧૩ પોઈન્ટ મેળવી શકતા ટૂર્નામેન્ટમાંથી સત્તાવાર રીતે બહાર ફેંકાઈ ગઈ છે.

પ્લેઓફમાં પહોંચેલી ૪ ટીમોનું સ્ટેન્ડિંગ

લીગ મેચોના અંતે નેટ રનરેટ અને પોઈન્ટ્સના આધારે નીચે મુજબની ૪ ટીમોએ પ્લેઓફની ટિકિટ કાપી છે:

  1. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) - ૧૮ પોઈન્ટ (0.783 NRR)

  2. ગુજરાત ટાઇટન્સ (GT) - ૧૮ પોઈન્ટ (0.695 NRR)

  3. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) - ૧૮ પોઈન્ટ (0.524 NRR)

  4. રાજસ્થાન રોયલ્સ (RR) - ૧૬ પોઈન્ટ (0.189 NRR)

પ્લેઓફનો સંપૂર્ણ કાર્યક્રમ (Schedule)

હવે ટૂર્નામેન્ટ નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશી ચૂકી છે. આગામી પ્લેઓફ મેચોનો કાર્યક્રમ આ મુજબ રહેશે:

મેચ તારીખ ટીમો સ્થળ
ક્વોલિફાયર 1 ૨૬ મે, ૨૦૨૬ RCB vs GT ધર્મશાલા
એલિમિનેટર ૨૭ મે, ૨૦૨૬ SRH vs RR ન્યૂ ચંદીગઢ
ક્વોલિફાયર 2 ૨૯ મે, ૨૦૨૬ (ક્વોલિફાયર 1 માં હારનાર vs એલિમિનેટરમાં જીતનાર) ન્યૂ ચંદીગઢ
ફાઇનલ ૩૧ મે, ૨૦૨૬ (TBD) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ

આઈપીએલનો આ અંતિમ તબક્કો ક્રિકેટ ચાહકો માટે અત્યંત રોમાંચક બની રહેશે. ખાસ કરીને ૨૬ મેના રોજ રમાનારી ક્વોલિફાયર-1 માં બેંગલુરુ અને ગુજરાત વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે, જે જીતશે તે સીધી અમદાવાદ ખાતે રમાનારી ફાઇનલમાં પ્રવેશ કરશે.