દેશમાં મોંઘવારીનો માર સહન કરી રહેલી સામાન્ય જનતાને વધુ એક આર્થિક ફટકો પડ્યો છે. ઇંધણના ભાવમાં સતત થઈ રહેલા વધારાના સિલસિલા વચ્ચે આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે.
પેટ્રોલમાં ૮૭ અને ડીઝલમાં ૯૧ પૈસાનો વધારો પ્રાપ્ત અહેવાલો અનુસાર, ઓઇલ કંપનીઓ દ્વારા આજે ફરી ઇંધણના ભાવમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં પેટ્રોલમાં પ્રતિ લિટર ૮૭ પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટર ૯૧ પૈસાનો તોતિંગ વધારો લાગુ કરવામાં આવ્યો છે. નવો ભાવવધારો અમલમાં આવતા જ વાહનચાલકોના ખિસ્સા પર સીધી અસર પડી છે.
૧૦ દિવસમાં ત્રીજી વખત ભાવવધારો સૌથી વધુ ચિંતાની વાત એ છે કે, છેલ્લા માત્ર ૧૦ જ દિવસના ટૂંકા ગાળામાં આ ત્રીજી વખત ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એક તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને છે, ત્યારે પેટ્રોલ-ડીઝલના આ સતત વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન વધુ મોંઘુ થશે, જેની સીધી અસર બજારમાં અન્ય ચીજવસ્તુઓના ભાવ પર પડવાની પૂરી શક્યતા છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ