જામનગર, તા. 14 જુલાઈ, 2026
સમસ્ત સતવારા સમાજ, જામનગર દ્વારા રાજ્યસભાના માનનીય સાંસદ શ્રી જિતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણઝારીયાના સન્માનાર્થે ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગર જિલ્લાના વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ચૂંટાયેલા સમાજના જનપ્રતિનિધિઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ગૌરવ, એકતા અને સમાજભાવનાના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

કાર્યક્રમ સતવારા સમાજના પ્રમુખશ્રી જમનભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે રાજ્યસભા સુધીની જિતેન્દ્રભાઈ કણઝારીયા ની સફર સમગ્ર સતવારા સમાજ માટે ગૌરવની ક્ષણ છે. તેમણે પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રી મેઘજીભાઈ કણઝારીયાના જાહેરજીવન, સેવાભાવ અને મૂલ્યનિષ્ઠ રાજકારણના સંસ્કારોને આગળ વધારી સમાજ, ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે.
વક્તાઓએ વધુમાં જણાવ્યું હતું કે જિતેન્દ્રભાઈ કણઝારીયાની આ સિદ્ધિ સમાજના યુવાનો માટે પ્રેરણારૂપ છે. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનથી સમાજના યુવાનોમાં જાહેરજીવન અને રાજકારણ પ્રત્યે નવી જાગૃતિ સર્જાશે તથા સમાજના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે.
સમારંભને સફળ બનાવવા માટે આભાર વીધી મંત્રી મનસુખભાઈ ખાણધર ના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમારંભ ઇન્ચાર્જ મગનલાલ પરમાર, સહ-ઇન્ચાર્જ જિતેન્દ્રભાઈ પરમાર તેમજ કાર્યક્રમ સમિતિના તમામ સભ્યોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમનું સંચાલન શ્યામ કણઝારીયા દ્વારા અસરકારક રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સમિતિ, કારોબારી સમિતિ તથા સમાજના આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહપૂર્વક કામગીરી સંભાળી સમગ્ર સમારંભને સફળ બનાવ્યો હતો.
જામનગર જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું પણ બહુમાન, સમાજના ગૌરવ સમારંભમાં મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે સમાજના આગેવાનો, હોદ્દેદારો, મહિલાઓ, યુવાનો તથા મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સમાજની એકતા, સંગઠનશક્તિ અને સમાજના વિકાસ માટેની પ્રતિબદ્ધતાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યો હતો.
સમારંભના અંતે આયોજકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ મહાનુભાવો, દાતાશ્રીઓ, કાર્યકરો અને ઉપસ્થિત સમાજજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ