આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27ની ફાઇનલ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. અગાઉ લોર્ડ્સ ખાતે યોજાનારી ફાઇનલ હવે લંડનના ધ ઓવલ (The Oval) મેદાન પર રમાશે. આ ઐતિહાસિક મુકાબલો 9 થી 13 જૂન, 2027 દરમિયાન યોજાશે અને ટેસ્ટ ક્રિકેટના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીનો પણ ભાગ બનશે.
ધ ઓવલને યજમાની કેમ મળી?
ICCએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે 2023ની WTC ફાઇનલ દરમિયાન ધ ઓવલમાં મળેલા ઉત્તમ પ્રતિસાદ, પ્રસારણ અને દર્શકોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને 2027ની ફાઇનલ માટે પણ આ મેદાનની પસંદગી કરવામાં આવી છે.
2023માં પણ ધ ઓવલ ખાતે રમાયેલી WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને પ્રથમ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો હતો.
ટેસ્ટ ક્રિકેટના 150 વર્ષનો ઐતિહાસિક પ્રસંગ
વર્ષ 2027 ટેસ્ટ ક્રિકેટ માટે ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે તે વર્ષે ટેસ્ટ ક્રિકેટના 150 વર્ષ પૂર્ણ થશે. ICCએ જણાવ્યું કે આ પ્રસંગને વધુ યાદગાર બનાવવા માટે WTC ફાઇનલને વિશેષ રીતે આયોજન કરવામાં આવશે.
ICCના જનરલ મેનેજર ગૌરવ સક્સેનાએ જણાવ્યું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હવે વિશ્વ ક્રિકેટની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટોમાં સ્થાન મેળવી ચૂકી છે, જેમાં સતત બે વર્ષ સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બે ટીમો ફાઇનલમાં પહોંચે છે.
ECBને સતત ત્રણ ફાઇનલની યજમાની
ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ને વર્ષ 2027, 2029 અને 2031ની WTC ફાઇનલનું આયોજન સોંપવામાં આવ્યું છે. ECBના મેનેજિંગ ડિરેક્ટર નીલ સ્નોબોલએ જણાવ્યું કે 2023ની ફાઇનલ વ્યાપારી અને રમતગમતની દૃષ્ટિએ ખૂબ સફળ રહી હતી, તેથી 2027માં પણ ધ ઓવલ શ્રેષ્ઠ પસંદગી છે.
અત્યાર સુધીના WTC ચેમ્પિયન
- 2021: ન્યૂઝીલેન્ડે ભારતને હરાવી પ્રથમ WTC ટ્રોફી જીતી.
- 2023: ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી ચેમ્પિયન બન્યું.
- 2025: દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વખત WTCનો ખિતાબ જીત્યો.
આગામી ટેસ્ટ સિરીઝ રહેશે નિર્ણાયક
આગામી કેટલાક અઠવાડિયામાં રમાનારી ટેસ્ટ શ્રેણીઓ WTC પોઈન્ટ્સ ટેબલમાં મોટો ફેરફાર લાવી શકે છે.
મુખ્ય શ્રેણીઓમાં:
- 25 જુલાઈથી: વેસ્ટ ઇન્ડીઝ vs પાકિસ્તાન (2 ટેસ્ટ)
- 13 ઓગસ્ટથી: ઓસ્ટ્રેલિયા vs બાંગ્લાદેશ (2 ટેસ્ટ)
- ઓગસ્ટમાં: ભારત vs શ્રીલંકા (2 ટેસ્ટ)
- ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં: ઇંગ્લેન્ડ vs પાકિસ્તાન (3 ટેસ્ટ)
આ તમામ શ્રેણીઓના પરિણામો નક્કી કરશે કે 9 જૂન, 2027થી ધ ઓવલ ખાતે રમાનારી WTC ફાઇનલમાં કઈ બે ટીમો આમને-સામને ટકરાશે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ