એપલ તેની વાર્ષિક ઇવેન્ટમાં ટેકનોલોજીની દુનિયામાં એક નવો ઈતિહાસ રચવા જઈ રહી છે. કંપની તેના પ્રથમ ફોલ્ડેબલ ફોન સાથે પ્રીમિયમ સિરીઝ આઇફોન 18 પ્રો અને 18 પ્રો મેક્સ લોન્ચ કરશે. આ વખતે નવા આઇફોનમાં પાવરફુલ પ્રોસેસર સાથે સૌથી મોટો આકર્ષણનો કેન્દ્ર તેનો કેમેરા છે. આઇફોનના ઇતિહાસમાં પહેલીવાર DSLR કેમેરામાં વપરાતી વેરીએબલ અપર્ચર ટેકનિક લાવવામાં આવી રહી છે.
ઓછા મેગાપિક્સલ હોવા છતાં આઇફોન 200 મેગાપિક્સલવાળા એન્ડ્રોઇડ સ્માર્ટફોન કરતાં વધુ ઉત્કૃષ્ટ ફોટો આપે છે, જે આ સ્માર્ટફોનને કન્ટેન્ટ ક્રિએટર્સની પહેલી પસંદ બનાવે છે.
કેમેરાના 3 મુખ્ય ભાગો અને આઇફોન કેમ છે શ્રેષ્ઠ?
કોઈપણ સ્માર્ટફોન કેમેરામાં માત્ર મેગાપિક્સલ જ નહીં, પરંતુ નીચેના ત્રણ ઘટકોના તાલમેલથી ઉત્કૃષ્ટ ફોટો બને છે:
-
લેન્સ: બહારના પ્રકાશને એકત્રિત કરી સેન્સર સુધી પહોંચાડે છે. આઇફોનના લેન્સ ખાસ કરીને નાઇટ ફોટોગ્રાફી માટે ડિઝાઈન કરાયા છે.
-
સેન્સર: પ્રકાશને ડિજિટલ સિગ્નલ (પિક્સલ્સ) માં ફેરવે છે. મોટું સેન્સર અંધારામાં પણ શાર્પ અને સ્પષ્ટ વિગતો આપે છે.
-
સોફ્ટવેર અને ISP: ઇમેજ પ્રોસેસર કલર, બ્રાઇટનેસ અને શાર્પનેસ સેટ કરે છે. આઇફોનનું 'સ્માર્ટ HDR' અને 'ડીપ ફ્યુઝન' સોફ્ટવેર અહીં સૌથી આગળ રહે છે.
આઇફોન કેમેરા અને એન્ડ્રોઇડ વચ્ચેનો મુખ્ય તફાવત
| ફીચર | આઇફોન (iPhone) | એન્ડ્રોઇડ ફોન (Android) |
| સેન્સર ટેકનોલોજી | કસ્ટમ હાઈ-ક્વોલિટી સેન્સર, જે કુદરતી રંગો આપે છે. | બજેટ ફોન્સમાં ખર્ચ બચાવવા સસ્તા સેન્સર વપરાય છે. |
| વીડિયો કેપેસિટી | 4K, ડોલ્બી વિઝન અને ઉત્તમોત્તમ OIS સ્ટેબિલાઇઝેશન. | માત્ર ફ્લેગશિપ મોડલ્સ સિવાય મર્યાદિત ફીચર્સ. |
| સોફ્ટવેર પ્રોસેસિંગ | ઓટોમેટિક કલર ટ્યુનિંગ અને પાવરફુલ ઈમેજ પ્રોસેસિંગ. | મેગાપિક્સલ વધુ પણ પ્રોસેસિંગમાં પાછળ. |
સારો કેમેરા ફોન ખરીદતા પહેલા આ 5 બાબતો ધ્યાનમાં રાખો
-
સેન્સર અને અપર્ચર: મોટું સેન્સર અને OIS (ઇમેજ સ્ટેબિલાઇઝેશન) ધરાવતો ફોન લો જેથી ફોટો બ્લર ન થાય.
-
વીડિયો રિઝોલ્યુશન: 4K રેકોર્ડિંગ, સ્લો-મોશન અને ટાઈમ-લેપ્સ જેવા ફીચર્સ ચકાસો.
-
પાવરફુલ પ્રોસેસર: ચિપસેટ મજબૂત હશે તો જ કેમેરા હેંગ થયા વિના ઈમેજ પ્રોસેસ કરી શકશે.
-
બેટરી બેકઅપ: ફોટો-વીડિયો શૂટ માટે ઓછામાં ઓછી 5000mAh બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ જરૂરી છે.
-
યુઝર રિવ્યુ: ખરીદી કરતા પહેલા ટેક એક્સપર્ટ્સના અભિપ્રાય અને રિયલ ફોટોઝ જરૂર જુઓ.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ