નવીનીકરણીય ઉર્જા (રિન્યુએબલ એનર્જી) ને પ્રોત્સાહન આપવા અને ગ્રાહકોના હિતોના રક્ષણ માટે નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય (MNRE) દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર, દેશભરમાં આજથી (૧ જૂન, ૨૦૨૬) સોલાર પેનલ લગાવવા અને તેની મંજૂરી મેળવવા માટેના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો લાગુ થઈ ગયા છે. સરકારની મહત્વાકાંક્ષી 'પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના' હેઠળ સોલાર સિસ્ટમ લગાવવા ઈચ્છતા ગ્રાહકો અને નેટ-મીટરિંગ પ્રોજેક્ટ્સ માટે હવે નવા નિયમોનું પાલન કરવું અનિવાર્ય રહેશે.
શું છે નવો નિયમ? (ALMM લિસ્ટ-II ની અમલવારી) સરકાર દ્વારા જારી કરાયેલી સત્તાવાર માર્ગદર્શિકા મુજબ, ૧ જૂન, ૨૦૨૬ પછી શરૂ થતા તમામ નવા નેટ-મીટરિંગ (Net-Metering) અને ઓપન એક્સેસ સોલાર પ્રોજેક્ટ્સ માટે મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત 'એપ્રુવ્ડ લિસ્ટ ઓફ મોડલ્સ એન્ડ મેન્યુફેક્ચરર્સ' (ALMM લિસ્ટ-II) ના નિયમો લાગુ પડશે. આ નિયમ હેઠળ સોલાર પેનલ ઇન્સ્ટોલેશનમાં માત્ર ભારતમાં જ ઉત્પાદિત (ડોમેસ્ટિક કન્ટેન્ટ રિક્વાયરમેન્ટ - DCR) ગુણવત્તાયુક્ત સોલાર સેલ અને મોડ્યુલ્સનો ઉપયોગ કરવાનો રહેશે. જે પ્રોજેક્ટ્સનું કામ અથવા ઇન્સ્ટોલેશન પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ કમિશનિંગ બાકી છે, તેમને જ કેસ-ટુ-કેસ ધોરણે ચોક્કસ પોર્ટલ દ્વારા રાહત મળશે, બાકી તમામ નવી અરજીઓ પર આ કડક માપદંડો લાગુ થશે.
સબસિડીના નિયમો અને પ્રક્રિયા વધુ પારદર્શક નવા નિયમો અંતર્ગત રાષ્ટ્રીય પોર્ટલ (pmsuryaghar.gov.in) દ્વારા અરજી, ડિસ્કોમ (DISCOM) ની ટેકનિકલ મંજૂરી અને સબસિડી વિતરણની પ્રક્રિયાને સંપૂર્ણ ડિજિટલ અને વધુ સુરક્ષિત બનાવવામાં આવી છે.
-
નિયમબદ્ધ સબસિડી માળખું: ૧ થી ૨ કિલોવોટ (kW) ની સિસ્ટમ માટે પ્રતિ કિલોવોટ રૂ. ૩૦,૦૦૦ સબસિડી મળશે, જ્યારે ૩ કિલોવોટ કે તેથી વધુ ક્ષમતાની સિસ્ટમ માટે મહત્તમ રૂ. ૭૮,૦૦૦ ની ફિક્સ સેન્ટ્રલ સબસિડી સીધી ગ્રાહકના બેંક ખાતામાં (DBT દ્વારા) જમા કરવામાં આવશે.
-
પજીકૃત વેન્ડર્સ જ માન્ય: ગ્રાહકોએ માત્ર સરકાર માન્ય રજિસ્ટર્ડ વેન્ડર્સ પાસેથી જ સોલાર પેનલ નંખાવવાની રહેશે, જેથી ટેકનિકલ તપાસમાં કોઈ ક્ષતિ ન રહે અને વીજ કંપનીઓ (ડિસ્કોમ) દ્વારા ઝડપથી નેટ-મીટર ઇન્સ્ટોલ કરી શકાય.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ