પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલના પરિણામોએ રાજકીય માહોલ ગરમાવ્યો છે. વિવિધ સર્વેક્ષણોમાં વિવિધ પ્રકારની આગાહીઓ સામે આવી રહી છે, જે આગામી પરિણામોને લઈને રસ વધારતી જોવા મળે છે.
પશ્ચિમ બંગાળની વાત કરીએ તો, મોટા ભાગના એક્ઝિટ પોલ ભાજપને સત્તાની નજીક બતાવે છે. કેટલાક સર્વેક્ષણોમાં ટક્કર જોરદાર હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પીપલ્સ પલ્સ સર્વે મુજબ ભાજપને અંદાજે 95 થી 110 બેઠકો મળી શકે તેવી આગાહી કરવામાં આવી છે.
આસામમાં ચિત્ર વધુ સ્પષ્ટ જોવા મળે છે, જ્યાં લગભગ તમામ એક્ઝિટ પોલ ભાજપની જીત તરફ ઈશારો કરે છે. બીજી તરફ તમિલનાડુમાં, મોટાભાગના સર્વેક્ષણો DMK+ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળવાની શક્યતા દર્શાવે છે.
કેરળમાં ફરી એકવાર LDF ની સરકાર બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે પુડુચેરીમાં ભાજપ ગઠબંધન સરકાર રચાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.
બેઠકોની સંખ્યા પર નજર કરીએ તો, પશ્ચિમ બંગાળમાં કુલ 294 બેઠકો, તમિલનાડુમાં 234, આસામમાં 126, કેરળમાં 140 અને પુડુચેરીમાં 30 બેઠકો માટે મતદાન થયું હતું.
તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં તમામ બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થયું હતું, જ્યારે પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી.
હવે તમામની નજર 4 મેના રોજ જાહેર થનારા સત્તાવાર પરિણામો પર ટકેલી છે, જે આ એક્ઝિટ પોલના અંદાજોને સાચા કે ખોટા સાબિત કરશે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ