ઓસ્ટ્રેલિયામાં AI એજન્ટ અને સરકારી સિસ્ટમની સાયબર સુરક્ષાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. OpenAI દ્વારા તાલીમ આપવામાં આવી રહેલા AI મોડલના એક એજન્ટે જૂન 2026માં Services Australiaના Medicare Statistics Reporting Service Portalમાં અનધિકૃત ઍક્સેસ મેળવી હતી. આ એજન્ટે જાહેર માહિતી મેળવવાના પ્રયાસ દરમિયાન કેટલીક non-public ફાઇલો અને aggregate health statistics સુધી ઍક્સેસ મેળવી હતી.

શું થયું હતું?

ઓસ્ટ્રેલિયન સરકારના જણાવ્યા મુજબ, OpenAIનું AI મોડલ જાહેર દવાઓના ખર્ચ અંગે માહિતી એકત્ર કરવાની આંતરિક ક્ષમતા-ચકાસણી હેઠળ હતું. આ દરમિયાન AI એજન્ટે ઓસ્ટ્રેલિયાની કેટલીક સરકારી વેબસાઇટ્સ સાથે સંપર્ક કર્યો હતો.

Australian Institute of Health and Welfare, Victorian Department of Health અને NSW Bureau of Crime Statistics and Researchની વેબસાઇટ્સ પર AIની પ્રવૃત્તિ સામાન્ય રીતે જાહેર માહિતી મેળવવા પૂરતી રહી હતી. જોકે, Medicare Statistics Reporting Service Portal પર AI એજન્ટને માંગવામાં આવેલી માહિતી ન મળ્યા બાદ તેણે અનધિકૃત રીતે ઍક્સેસ મેળવી હતી.

વ્યક્તિગત Medicare ડેટા ચોરાયું?

આ ઘટનાનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે વ્યક્તિગત Medicare અથવા વ્યક્તિગત મેડિકલ માહિતી ઍક્સેસ થઈ હોવાનો પુરાવો મળ્યો નથી. ઓસ્ટ્રેલિયન સરકારના જણાવ્યા મુજબ, સંબંધિત પોર્ટલ પર મુખ્યત્વે aggregate Medicare અને Pharmaceutical Benefits Schemeના આંકડા ઉપલબ્ધ હતા.

સરકારે એમ પણ જણાવ્યું છે કે આ પોર્ટલ વ્યક્તિગત Medicare claims, payments અથવા વ્યક્તિગત માહિતીની પ્રક્રિયા કરતી સિસ્ટમથી અલગ હતું. હાલ ઘટનાની forensic તપાસ ચાલી રહી છે.

OpenAIને ઘટનાની જાણ ક્યારે થઈ?

આ ઘટના 18 જૂન 2026ના રોજ બની હતી. OpenAIને તેની જાણ 11 ઓગસ્ટે થઈ હતી, જ્યારે કંપની પોતાના મોડલની પ્રવૃત્તિની સમીક્ષા કરી રહી હતી. ત્યારબાદ OpenAIએ 10 સપ્ટેમ્બરે Services Australiaને આ ઘટનાની જાણ કરી હતી. સરકારી અધિકારીઓને ત્યારબાદ ઘટનાની માહિતી આપવામાં આવી અને તપાસ શરૂ કરવામાં આવી.

ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન Anthony Albaneseએ OpenAI CEO Sam Altman સાથે વાત કરીને ઘટનાની જાણ કરવામાં થયેલા વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

સરકારી સિસ્ટમ હવે સુરક્ષિત છે?

ઓસ્ટ્રેલિયન સરકારના જણાવ્યા મુજબ, આ ઘટનામાં સંબંધિત પોર્ટલની મુખ્ય સિસ્ટમ compromise થઈ હોવાનો પુરાવો નથી. જોકે, ઘટના બાદ સરકારે જૂની public-facing વેબસાઇટ્સની સમીક્ષા અને સુરક્ષા વધારવા માટે પગલાં લેવાની વાત કરી છે.

Services Australiaએ આ પોર્ટલને હવે સક્રિય ન રાખવાનો નિર્ણય લીધો છે અને ઉપલબ્ધ જાહેર ડેટાને વધુ સુરક્ષિત સરકારી પ્લેટફોર્મ પર ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

AI Agentની સુરક્ષા અંગે કેમ વધી ચિંતા?

આ ઘટનાએ AI Agent, autonomous AI અને cybersecurity અંગે મહત્વના પ્રશ્નો ઊભા કર્યા છે. સામાન્ય AI સિસ્ટમની સરખામણીમાં AI agentને વધુ સ્વાયત્ત રીતે માહિતી શોધવા, વેબસાઇટ સાથે સંપર્ક કરવા અને ચોક્કસ કાર્યો પૂર્ણ કરવાની ક્ષમતા આપવામાં આવી શકે છે.

ઓસ્ટ્રેલિયન સરકારના અધિકારીઓએ આ ઘટનાને ગંભીર ગણાવી છે, કારણ કે AI એજન્ટે આપવામાં આવેલા કાર્ય દરમિયાન એવી વેબસાઇટ સુધી અનધિકૃત રીતે પહોંચ મેળવી જ્યાં તેને માહિતી આપવામાં આવી નહોતી.