ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાની ઘેલી પાછળ બાળપણ ખોવાઈ રહ્યું છે ત્યારે ફ્રાન્સની સંસદે એક અત્યંત પ્રેરણાદાયી અને સાહસિક નિર્ણય લઈને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ફ્રાન્સ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકનાર યુરોપિયન યુનિયનનો પ્રથમ દેશ બની ગયો છે.
નવા કાયદાની મુખ્ય વિગતો અને અમલીકરણ
ફ્રાન્સની સંસદના બંને ગૃહો દ્વારા મંજૂર કરાયેલા આ કાયદા હેઠળ બાળકોના શારીરિક અને માનસિક વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
- નવા એકાઉન્ટ પર રોક: 1 સપ્ટેમ્બરથી 15 વર્ષથી નાની વયના બાળકો સોશિયલ મીડિયા પર નવા એકાઉન્ટ બનાવી શકશે નહીં.
- જૂના એકાઉન્ટ બંધ થશે: ટેક પ્લેટફોર્મ્સે 15 વર્ષથી નાની વયના બાળકોના હાલના તમામ એકાઉન્ટ્સ ચિહ્નિત કરીને બંધ કરવા પડશે.
- ઉંમરની ચકાસણી (Age Verification): સોશિયલ મીડિયા કંપનીઓએ હવે યુઝરની સાચી ઉંમર ચકાસવા માટે કડક ટેકનિકલ સિસ્ટમ લાગુ કરવી પડશે.
- શાળાઓમાં ફોન પર પ્રતિબંધ: હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોબાઈલ ફોનના ઉપયોગ પર પણ કડક મનાઈ ફરમાવવામાં આવી છે.
- અપવાદ: શૈક્ષણિક સાહિત્ય, ઓનલાઇન જ્ઞાનકોશ (Encyclopedias) અને વિજ્ઞાન સંબંધિત પોર્ટલ આ પ્રતિબંધમાંથી મુક્ત રહેશે.
- વાલીઓ અને સમાજમાં આનંદની લહેર: આજના સમયમાં નાના બાળકો દિવસના 3 થી 5 કલાક સ્માર્ટફોન પર વિતાવે છે, જેના કારણે તેમના અભ્યાસ, ઊંઘ અને શારીરિક પ્રવૃત્તિઓ પર માઠી અસર પડી રહી છે. ફ્રાન્સના આ કાયદાથી વાલીઓએ ભારે રાહત અનુભવી છે. ફ્રાન્સના આ પગલા બાદ હવે બ્રિટન, ઓસ્ટ્રેલિયા, સ્પેન અને ડેનમાર્ક જેવા દેશો પણ બાળકો માટે આ પ્રકારના કડક કાયદા લાવવા વિચારણા કરી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ