ઉંમરના 40મા પડાવ પછી મહિલાઓમાં સાંધા અને ઘૂંટણના દુખાવાની સમસ્યા સામાન્ય બની જતી હોય છે. જોકે, મોટાભાગની મહિલાઓ તેને વધતી ઉંમરની સ્વાભાવિક અસર માનીને અથવા તો સર્જરી અને મોંઘી સારવારના ડરથી ડોક્ટર પાસે જવાનું ટાળતી હોય છે. પટનાના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડો. આશિષ સિંહના જણાવ્યા અનુસાર, પુરુષોની સરખામણીએ મહિલાઓમાં હાડકાં અને સાંધાને લગતી તકલીફો વધુ જોવા મળે છે. પરંતુ યોગ્ય સમયે તબીબી સલાહ અને જીવનશૈલીમાં ફેરફાર કરીને સર્જરી વિના પણ આ દુખાવાથી મુક્તિ મેળવી શકાય છે.
મહિલાઓમાં જ કેમ વધુ જોવા મળે છે સાંધાનો દુખાવો?
તબીબી નિષ્ણાતોના મતે મહિલાઓમાં 40 થી 45 વર્ષની ઉંમર અને મેનોપોઝ (માસિક ધર્મ નિવૃત્તિ) પછી શરીરમાં હોર્મોનલ બદલાવ આવે છે:
-
એસ્ટ્રોજન હોર્મોનમાં ઘટાડો: મેનોપોઝ પછી શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર ઘટતાં હાડકાંમાંથી કેલ્શિયમ ઓછું થવા લાગે છે, જેને કારણે હાડકાં નબળાં પડે છે.
-
હાડકાંની ઘનતા ઘટવી: પુરુષોની તુલનામાં મહિલાઓનું બોન માસ (Bone Mass) ઝડપથી ઘટે છે, જેથી ઘૂંટણ અને થાપા પર અતિરિક્ત દબાણ આવે છે.
-
DEXA સ્કેનનું મહત્વ: 40 પછી મહિલાઓએ પોતાના હાડકાંની મજબૂતી જાણવા માટે નિયમિતપણે 'DEXA સ્કેન' (Bone Density Test) કરાવવું ખૂબ જરૂરી છે
-
સાંધાના દુખાવાથી બચવાના અસરકારક ઉપાયો
-
કેલ્શિયમ અને વિટામિન-D: આહારમાં દૂધ, દહીં, લીલા શાકભાજી અને વિટામિન-D થી ભરપૂર ખોરાક સામેલ કરો.
-
દૈનિક કસરત: સાંધાની ફ્લેક્સિબિલિટી જાળવી રાખવા રોજ 30 મિનિટ ચાલવું અથવા યોગ કરવા.
-
વજન પર નિયંત્રણ: શરીરનું વધારાનું વજન ઘૂંટણ અને થાપાના સાંધા પર નુકસાન પહોંચાડે છે.
-
લક્ષણોને ઇગ્નોર ન કરો: સીડી ચડતી વખતે કે ચાલતી વખતે થતા દુખાવાની શરૂઆતમાં જ ઓર્થોપેડિક નિષ્ણાતની સલાહ લો.
-
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ