ટેકનોલોજીની ઝડપી દુનિયામાં એક એવો મોટો બદલાવ આવ્યો છે, જે આપણી રોજિંદી જિંદગી અને કામ કરવાની શૈલીને વધુ સરળ અને અદ્ભુત બનાવી દેશે. સામાન્ય રીતે આપણે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) નો ઉપયોગ કરવા માટે ઝડપી ઈન્ટરનેટ, મોંઘા ક્લાઉડ સર્વર કે ભારે પ્રોસેસર વાળા કમ્પ્યુટર પર નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ હવે એ દિવસો ભૂતકાળ બની જશે!

મેટા (Meta) એ એક નવો વિઝ્યુઅલ અને ટેક્સ્ટ AI ડેટા-એફિશિયન્ટ મોડેલ Muse જાહેર કર્યું છે. આ ટેકનોલોજીની સૌથી ભાવનાત્મક અને રાહત આપનારી વાત એ છે કે, હવે સામાન્ય લોકો પણ પોતાના સામાન્ય લેપટોપમાં જ સીધું AI ચલાવી શકશે.

એક નવી આશા અને રાહત

ઘણીવાર એવું બનતું હતું કે ગામડાઓમાં કે જ્યાં ઈન્ટરનેટનું કનેક્શન નબળું હોય, અથવા તો જે લોકો પાસે મોંઘા ગેમિંગ લેપટોપ ખરીદવાના પૈસા નથી, તેઓ આધુનિક AI ટેકનોલોજીના લાભથી વંચિત રહી જતા હતા. પરંતુ 'Muse' ના આવવાથી હવે ટેકનોલોજી દરેકના હાથમાં પહોંચશે. કોઈ ડેટા ચોરી થવાનો ડર નહીં, ઈન્ટરનેટ બંધ થાય તો પણ તમારું કામ અટકશે નહીં! આ માત્ર એક સોફ્ટવેર નથી, પણ દરેક વિદ્યાર્થી, ફ્રીલાન્સર અને નાના વેપારી માટે એક મોટો આધાર છે.

Noble
જાહેરાત

મેટાએ એઆઈ સેક્ટરમાં ઓપન-વેઈટ સ્ટ્રેટર્જીને મજબૂત બનાવતા નવું મોડલ મ્યૂસ ગ્લિમર લોન્ચ કર્યું છે. આ મોડલની ખાસિયત છે કે તેને મોટા ડેટા સેન્ટર્સ પર આધાર રાખ્યા વિના સામાન્ય કમ્પ્યુટર કે લેપટોપમાં કન્ઝયુમર ગ્રેડ જીપીયુ પર ચલાવી શકાય છે.

મ્યૂસ ગ્લિમર આશરે ૩૦ અબજ પેરામીટર્સ ધરાવતું કોમ્પેક્ટ એઆઈ મોડલ છે. તેને મોટા મ્યૂસ સ્પાર્ક મોડલમાંથી ડિસ્ટીલેશન ટેકનિક દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેનો હેતુ માત્ર સવાલોના જવાબ પૂરતો નથી. પરંતુ, કોડિંગ, પ્લાનિંગ, રીઝનિંગ અને વિવિધ એઆઈ એજન્ટના કામ કરવામાં મદદ કરવાનો છે.

તે લોકલ ડિવાઇઝ પર ચાલી શકે. એટલે દરેક કામ માટે એઆઈને ક્લાઉડ અથવા મોટા ડેટા સેન્ટર્સ પર મોકલવાની જરૂરિયાત ઘટી શકે છે. તેના કારણે લેટન્સી, ખર્ચ અને કેટલાક પ્રાઈવસી સંબંધિત પ્રશ્નોમાં ફાયદો થઈ શકે છે.
આ લોન્ચિંગ સાથે કંપનીએ ઓપન-વેઈટ મોડલની રણનીતિ અપનાવી છે. મ્યૂસ સ્પાર્ક ૧.૨ પણ ઓપન-વેઈટ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવશે.