સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉનું ટ્વિટર) વાપરતા એન્ડ્રોઇડ યુઝર્સ માટે મોટા અને આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. કંપનીએ પોતાના કરોડો એન્ડ્રોઇડ યુઝર્સ માટે જૂની એપમાં માત્ર નાનો-મોટો સુધારો કરવાને બદલે, આખી એન્ડ્રોઇડ એપને તદ્દન નવા જ માળખા સાથે (Rebuilt from scratch) ફરીથી તૈયાર કરીને ગ્લોબલી લોન્ચ કરી દીધી છે.

છેલ્લાં એક વર્ષથી ચાલી રહેલા આ મોટા ટેકનિકલ પ્રોજેક્ટ બાદ હવે યુઝર્સને એપ વાપરતી વખતે હેંગ થવા, સ્લો સ્ક્રોલિંગ કે કન્ટેન્ટ લોડ થવામાં પડતી તકલીફોમાંથી કાયમી મુક્તિ મળશે. 

"નવી એન્ડ્રોઇડ એપ માત્ર ઝડપી અને મજબૂત નથી, પરંતુ તે ભવિષ્યના નવા અને આધુનિક ફીચર્સને રોકેટ ગતિએ યુઝર્સ સુધી પહોંચાડવા માટે તૈયાર કરવામાં આવી છે."નિકિતા બીઅર (હેડ ઓફ પ્રોડક્ટ, X)

શું બદલાયું અને કયા નવા ફીચર્સ ઉમેરાયા?

આ એન્જિનિયરિંગ ઓવરહોલ બાદ એન્ડ્રોઇડ યુઝર્સ માટે પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનો અનુભવ iOS (આઇફોન) જેવો જ પ્રીમિયમ બની ગયો છે.

  • સુપરફાસ્ટ ફીડ અને લોડિંગ: એપ ઓપન કરવાનો સમય અને પોસ્ટ લોડિંગ સ્પીડ પહેલા કરતાં ઘણી ગણી વધી ગઈ છે.
  • બોટમ નેવિગેશન નેવિગેટર (Bottom Dock): iOS ની જેમ જ હવે એન્ડ્રોઇડમાં પણ તળિયે નવો નેવિગેશન બાર અને ખૂણામાં dedicated 'X Chat' બટન આપવામાં આવ્યું છે.
  • કેશટેગ્સ (Cashtags) અને કસ્ટમ ટાઇમલાઇન: શેરબજાર અને ફાઇનાન્સના ટ્રેન્ડ્સ ટ્રેક કરવા માટે કેશટેગ્સ તથા પોતાની પસંદગી મુજબની ટાઇમલાઇન પિન કરવાની સુવિધા હવે લાઈવ થઈ ચૂકી છે.
  • ટોપિક પિનિંગ (Topic Pinning): 'For You' અને 'Following' સિવાય યુઝર્સ પોતાના મનપસંદ વિષયોને સ્ક્રીન પર પિન કરી શકશે.
  • ટૂંક સમયમાં આવનારા નવા ફ્યુચર્સ:કંપનીના જણાવ્યા અનુસાર, આ નવા ટેકનિકલ બેઝના કારણે હવે આગામી દિવસોમાં એન્ડ્રોઇડ યુઝર્સને આ મહત્વના ફિચર્સ પણ ખૂબ ઝડપથી મળવાના શરૂ થશે
  1. ઇન-એપ વિડીયો એડિટર: એપની અંદર જ વિડીયો ટ્રીમ કરવા, કેપ્શન ઉમેરવા અને ગ્રીન સ્ક્રીન ઇફેક્ટ મૂકવાની સુવિધા.
  2. રિએક્ટ-વિથ-વિડીયો (React with Video): પોસ્ટ પર ટેક્સ્ટની જગ્યાએ વિડીયો દ્વારા રિપ્લાય કરવાની ક્ષમતા.
  3. સ્પેસિસ હોસ્ટિંગ (Spaces Hosting): ઓડિયો સ્પેસિસમાં માત્ર જોડાવવાને બદલે પોતે લાઈવ ઓડિયો સેશન હોસ્ટ કરવાની સુવિધા.