ક્રિકેટના મેદાન પર પોતાના બેટથી રનની સુનામી લાવનાર 'કિંગ કોહલી' ઉર્ફે વિરાટ કોહલીએ હવે બિઝનેસના મેદાન પર પણ એક એવો રેકોર્ડ બનાવ્યો છે જેને જોઈને આખું કોર્પોરેટ જગત આશ્ચર્યચકિત થઈ ગયું છે. વિરાટ કોહલીની લોકપ્રિય લાઈફસ્ટાઈલ અને સ્પોર્ટ્સવેર બ્રાન્ડ 'One8' એ વૈશ્વિક સ્તરે શૂઝનું નવું કલેક્શન લોન્ચ કર્યું છે. આ લોન્ચિંગના માત્ર 24 કલાકની અંદર જ વૈશ્વિક સ્તરે 1.5 લાખથી વધુ શૂઝની જોડીઓ વેચાઈ ગઈ છે, જેનાથી બ્રાન્ડે અંદાજે ₹140 કરોડથી વધુનો આઉટસ્ટેન્ડિંગ બિઝનેસ કર્યો છે. આ સફળતાએ સાબિત કરી દીધું છે કે વિરાટ માત્ર રન બનાવવાનો જ નહીં, પરંતુ લોકોના દિલ જીતવાનો અને બ્રાન્ડ વેલ્યુ ઊભી કરવાનો પણ અસલી બાદશાહ છે.

ભાવનાત્મક જોડાણ: કોહલીના ટેસ્ટ રનના આંકડા પરથી નક્કી થઈ કિંમત!

આ લોન્ચિંગ પાછળ માત્ર બિઝનેસ સ્ટ્રેટેજી નહોતી, પણ ચાહકો માટે એક ઘેરી લાગણી અને સન્માન છુપાયેલું હતું. આ પ્રીમિયમ શૂઝની કિંમત ₹9,230 રાખવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, આ આંકડો કોઈ સામાન્ય કિંમત નથી પરંતુ વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટ કરિયરના કુલ રન (9,230 રન)ના સન્માનમાં રાખવામાં આવ્યો છે. પોતાના ફેવરિટ ક્રિકેટરની આ ઐતિહાસિતી ક્ષણને પોતાના કલેક્શનનો હિસ્સો બનાવવા માટે યુવા ચાહકોમાં ભારે ક્રેઝ જોવા મળ્યો હતો.

દેશભરના શોરૂમ્સ બહાર ખરીદી માટે મોડી રાત સુધી લાઈનો લાગી

ગ્લોબલ પ્રીમિયર બાદ મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં આવેલા વન8 (One8) અને પાર્ટનર આઉટલેટ્સની બહાર ગ્રાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી. સોશિયલ મીડિયા પર પણ આ શૂઝ ખરીદવા માટેનો ટ્રેન્ડ ટોપ પર રહ્યો હતો. ચાહકોએ શૂઝના બોક્સ સાથેના પોતાના ફોટા અને વીડિયો 'કિંગ કોહલી'ને ટેગ કરીને શેર કર્યા હતા, જેના કારણે આખો માહોલ ઉત્સવ જેવો બની ગયો હતો.

બ્રાન્ડનું નામ One8 (વિરાટ કોહલી)
પ્રથમ 24 કલાકમાં વેચાણ 1,50,000 થી વધુ શૂઝની જોડી
અંદાજિત કુલ કમાણી ₹140 કરોડ
એક જોડીની કિંમત ₹9,230 (ટેસ્ટ રનના આધારે)
મુખ્ય ગ્રાહક વર્ગ દેશ-વિદેશના યુવાનો અને ક્રિકેટ પ્રેમીઓ

બિઝનેસ એક્સપર્ટનું શું કહેવું છે?

"કોહલી માત્ર બ્રાન્ડ એમ્બેસેડર નથી, તે પોતે એક બ્રાન્ડ છે. ફોર્ચ્યુન ઈન્ડિયા-ઈન્ટરબ્રાન્ડ રિપોર્ટ અનુસાર ₹3,542 કરોડની દેશમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવતા વિરાટની વિશ્વસનીયતા એટલી મજબૂત છે કે ગ્રાહકો આંખ બંધ કરીને તેની પ્રોડક્ટ્સ ખરીદે છે. સ્પોર્ટ્સ માર્કેટમાં 24 કલાકમાં 140 કરોડનો આંકડો અકલ્પનીય છે."