દેશમાં અવારનવાર ડિજિટલ ફ્રોડના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે, જેને અટકાવવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા સમયાંતરે ચેતવણીઓ જાહેર કરવામાં આવે છે. લોકોને ઠગવા માટે સાયબર ભેજાબાજો અવનવા કીમિયા અપનાવતા હોય છે.
હાલમાં ઘણા લોકોને એવા મેસેજ આવી રહ્યા છે કે 'તમારું બેન્ક એકાઉન્ટ ૨ કલાકમાં બ્લોક થઈ જશે' અને સાથે KYC અપડેટ કરવા માટે એક લિંક પણ મોકલવામાં આવે છે. જોકે, આ પ્રકારના મેસેજ છેતરપિંડી કરવાનો એક ભાગ હોય છે. સાયબર એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, આવા મેસેજથી ડરવાની જરૂર નથી. ઠગ લોકો તત્કાલ ભય કે ઉતાવળનો માહોલ ઊભો કરીને ગ્રાહક વિચાર્યા વિના લિંક પર ક્લિક કરે તેવો પ્રયાસ કરે છે. આ લિંક ઓપન કરવાથી તમારી બેન્કિંગ વિગતો, OTP, પિન કે પાસવર્ડ ચોરાઈ શકે છે અને મોટું નાણાકીય નુકસાન થઈ શકે છે.
🛡️ સુરક્ષિત રહેવા માટે આ ૩ મહત્વના નિયમો ધ્યાનમાં રાખો:
- ઉતાવળમાં નિર્ણય ન લો: મેસેજમાં આપેલી ઈમરજન્સી કે સમયમર્યાદા જોઈને ગભરાયા વગર શાંતિથી કામ લો.
- બેન્કની નીતિ સમજો: કોઈપણ બેન્ક સામાન્ય રીતે અજાણી લિંક મોકલીને આ રીતે KYC અપડેટ કરવાની માંગ કરતી નથી.
- ગોપનીયતા જાળવો: કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં અને તમારો OTP, પિન કે પાસવર્ડ ક્યારેય કોઈ સાથે શેર કરશો નહીં.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ