ગુજરાતે વિદેશી રોકાણ આકર્ષવામાં દેશના અગ્રણી રાજ્યોમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. તાજેતરના અહેવાલ મુજબ, એપ્રિલ 2020થી ડિસેમ્બર 2025 દરમિયાન ગુજરાતમાં કુલ $73.9 બિલિયનનું Foreign Direct Investment (FDI) આવ્યું છે. આ સાથે રાજ્ય રોકાણ માટેના મહત્વના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. આ વિકાસ એવા સમયે થયો છે જ્યારે ગુજરાત પરંપરાગત મેન્યુફેક્ચરિંગ અને ઓટોમોબાઇલ ક્ષેત્રની સાથે સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવા નવા ટેક્નોલોજી ક્ષેત્રોમાં પણ પોતાની હાજરી મજબૂત કરી રહ્યું છે.
NITI Aayogના Investment Friendliness Indexમાં ગુજરાત નંબર-1
NITI Aayogના પ્રથમ Investment Friendliness Index 2026માં ગુજરાતે 17 મોટા રાજ્યોમાં 56.6ના સ્કોર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. મહારાષ્ટ્ર 53.7 અને તમિલનાડુ 53.3ના સ્કોર સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા. આ Indexમાં રોકાણ માટેના વાતાવરણનું મૂલ્યાંકન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ ક્લાઈમેટ, સરકારી નીતિઓ, નિયમનકારી સરળતા, સંસ્થાકીય વાતાવરણ, નાણાકીય સ્થિતિ અને અન્ય માપદંડોના આધારે કરવામાં આવ્યું છે.
સેમિકન્ડક્ટર અને AI પર ખાસ ફોકસ
ગુજરાત હવે માત્ર મેન્યુફેક્ચરિંગ માટે જ નહીં પરંતુ ટેક્નોલોજી અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ મહત્વનું કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ, ડેટા સેન્ટર અને AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિકાસ થઈ રહ્યો છે. Viksit Gujarat Summitમાં પણ સેમિકન્ડક્ટર, AI, સાયબર સિક્યુરિટી અને અદ્યતન ઉદ્યોગો જેવા ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવી હતી.
GIFT City અને Data Centre ક્ષેત્રને વેગ
GIFT Cityને ટેક્નોલોજી અને ફાઇનાન્સ વચ્ચેના જોડાણ તરીકે વિકસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાજ્ય સરકારે Global Capability Centres (GCCs) અને Data Centres માટે અલગ નીતિઓ પણ જાહેર કરી છે. AI Centre for Excellence દ્વારા ટેક્નોલોજી અને ઉદ્યોગ વચ્ચે વધુ સહયોગ ઊભો કરવાનો હેતુ છે.
Renewable Energyમાં પણ ગુજરાત આગળ
ગુજરાતના Renewable Energy ક્ષેત્રની સંભાવનાઓ પણ આ વિકાસનો મહત્વનો ભાગ છે. ખાસ કરીને ખાવડા Renewable Energy Parkમાં સોલાર, વિન્ડ અને બેટરી સ્ટોરેજને એકસાથે વિકસાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે. આ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતને ભવિષ્યના Clean Energy ક્ષેત્રમાં વધુ મહત્વની ભૂમિકા ભજવવામાં મદદ કરી શકે છે.
ગુજરાત માટે શું મહત્વનું?
FDIમાં મજબૂત સ્થિતિ અને Investment Friendliness Indexમાં પ્રથમ સ્થાન ગુજરાતના રોકાણ વાતાવરણ માટે મહત્વપૂર્ણ સંકેત છે. સાથે જ સેમિકન્ડક્ટર, AI, Data Centre અને Green Energy જેવા નવા ક્ષેત્રોમાં વિકાસ રાજ્યની અર્થવ્યવસ્થાને પરંપરાગત ઉદ્યોગોથી આગળ લઈ જવાનો પ્રયાસ દર્શાવે છે. ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક રાજ્ય તરીકે નહીં, પરંતુ ટેક્નોલોજી, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જીના નવા કેન્દ્ર તરીકે પણ પોતાની ઓળખ મજબૂત કરી રહ્યું છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ