ભારતની ઈલેક્ટ્રોનિક્સ નિકાસમાં સ્માર્ટફોન ક્ષેત્રની મોટી ભૂમિકા જોવા મળી રહી છે. સ્માર્ટફોનની વધતી નિકાસના જોરે દેશની કુલ ઈલેક્ટ્રોનિક્સ નિકાસનો આંકડો 26.66 અબજ ડૉલરને પાર પહોંચી ગયો છે.
આ પ્રભાવશાળી વૃદ્ધિમાં સ્માર્ટફોનનો ફાળો સૌથી મોટો રહ્યો છે, જેણે કુલ ઈલેક્ટ્રોનિક્સ નિકાસમાં લગભગ ૬૦ ટકા (અંદાજે ૧૫.૯૬ અબજ ડૉલર) યોગદાન આપ્યું છે. આ ઉપરાંત, પ્રિન્ટેડ સકટ બોર્ડની નિકાસમાં પણ ૨૯૧૩ ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે અને તે ૧.૪૬ અબજ ડૉલર પર પહોંચી ગઈ છે, જે અગાઉ મોટાભાગે આયાત પર નિર્ભર હતી.
સરકારની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના અને ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમના કારણે દેશમાં એપલ, સેમસંગ, ફોક્સકોન અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ જેવી વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓ દ્વારા ઉત્પાદન વેગવંતુ બન્યું છે. અમેરિકા, યુએઈ અને ચીન ભારતીય ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોના મુખ્ય બજારો રહ્યા છે, જેનાથી ભારત વૈશ્વિક સપ્લાય ચેઈનમાં વધુ મજબૂત બની રહ્યું છે.
આ વૃદ્ધિથી ભારતની વૈશ્વિક ઈલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં ભાગીદારી વધુ મજબૂત બની રહી છે. સ્માર્ટફોન ઉપરાંત અન્ય ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોની નિકાસમાં પણ વધારો થતાં આ ક્ષેત્ર માટે નવા બજારો અને તકો ઊભી થઈ રહી છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ