છોટાકાશી જામનગર સહિત સમગ્ર જિલ્લામાં તહેવારો દરમિયાન ખરીદીનો ઉત્સાહ યથાવત્ જોવા મળ્યો છે. નવરાત્રી અને દિવાળીના પર્વની સિઝનમાં ઓટોમોબાઇલ સેક્ટરમાં પણ તેજીનો માહોલ રહ્યો હતો. આરટીઓ કચેરીના સત્તાવાર આંકડા મુજબ, બંને તહેવારોના કુલ 16 દિવસ દરમિયાન 2,932 નવાં વાહનોની નોંધણી થઈ હતી. ખાસ વાત એ છે કે આ વાહનોમાં 2,178 મોટરસાઇકલનો સમાવેશ થાય છે, જે કુલ નોંધણીના આશરે 74.29 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.

નવરાત્રીમાં દિવાળી કરતાં વધુ વાહનોની ખરીદી

આરટીઓ કચેરીના આંકડા પ્રમાણે દિવાળી કરતાં નવરાત્રી પર્વ દરમિયાન નવા વાહનોની ખરીદીનો ઉત્સાહ વધુ જોવા મળ્યો હતો. નવરાત્રીના 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધીના દસ દિવસમાં કુલ 1,742 નવાં વાહનોની નોંધણી કરવામાં આવી હતી. જ્યારે દિવાળીના 5 નવેમ્બરથી 10 નવેમ્બર સુધીના છ દિવસમાં 1,190 વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું.

આમ, બંને તહેવારોના સમયગાળામાં જામનગર શહેર અને જિલ્લામાં કુલ 2,932 નવાં વાહનો રસ્તા પર ઉમેરાયાં હતાં. આ આંકડા દર્શાવે છે કે તહેવારો દરમિયાન શુભ મુહૂર્તમાં વાહન ખરીદવાની પરંપરા અને લોકોનો ઉત્સાહ યથાવત્ રહ્યો છે.

નવરાત્રીના દસ દિવસમાં 1,742 વાહનો નોંધાયાં

નવરાત્રી પર્વ દરમિયાન વાહન ખરીદવા માટે લોકોએ શુભ દિવસોને પસંદ કર્યા હતા. 11થી 20 ઓક્ટોબરના દસ દિવસ દરમિયાન સૌથી વધુ 1,200 મોટરસાઇકલની નોંધણી થઈ હતી. આ ઉપરાંત 345 મોટરકારનું પણ રજિસ્ટ્રેશન થયું હતું.

ખેતીપ્રધાન ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ કામગીરી માટે ટ્રેક્ટરની ખરીદીનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન 64 એગ્રીકલ્ચર ટ્રેક્ટરની નોંધણી કરવામાં આવી હતી. જ્યારે રોજિંદા પરિવહન અને વ્યવસાયિક ઉપયોગ માટે 71 ઓટોરિક્ષા તથા 57 ગુડ્સ કેરિયરની ખરીદી થઈ હતી. આ ઉપરાંત પાંચ બસનું પણ રજિસ્ટ્રેશન નોંધાયું હતું.

દિવાળીના છ દિવસમાં 1,190 વાહનોની નોંધણી

દિવાળી પર્વ દરમિયાન પણ વાહન બજારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. 5થી 10 નવેમ્બર સુધીના છ દિવસમાં કુલ 1,190 નવાં વાહનોની નોંધણી થઈ હતી. તેમાં સૌથી વધુ 978 મોટરસાઇકલનો સમાવેશ થાય છે. જ્યારે 159 મોટરકાર રસ્તા પર આવી હતી.

કોમર્શિયલ અને અન્ય વાહનોની વાત કરીએ તો આ સમયગાળામાં 23 ઓટોરિક્ષા, 21 ગુડ્સ કેરિયર અને ચાર ટ્રેક્ટરની નોંધણી થઈ હતી. આ ઉપરાંત બે બસ, બે ઈ-રિક્ષા અને એક કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ વ્હીકલનું પણ રજિસ્ટ્રેશન થયું હોવાનું જાણવા મળ્યું છે.

વાહનનો પ્રકાર નવરાત્રી (11 થી 20 ઓક્ટો.) દિવાળી / તહેવાર (5 થી 10 નવે.)
મોટરસાઇકલ 1,200 978
મોટરકાર 345 159
ઓટો રીક્ષા 71 23
ટ્રેક્ટર (ખેતી) 64 04
ગુડ્સ કેરિયર 57 21
અન્ય વાહનો (બસ-ઈ રીક્ષા) 05 5
કુલ વાહનો 1,742 1,190

2932 પૈકી 2178 ટુ વ્હીલર...‎ જામનગરમાં નવરાત્રી-દિવાળી પર્વના લગભગ પખવાડીયા‎દરમિયાન 2932 નવા વાહનોની ખરીદીમાં 2178‎મોટરસાઇકલનો સમાવેશ થતો હોવાનુ સામે આવ્યુ છે.આમ,કુલ‎વાહનોની ખરીદીમાં લગભગ 74.29 ટકા જેટલો હિસ્સો ટુ‎વ્હીલર(મોટરસાઇકલ)નો રહયો હોવાનુ બહાર આવ્યુછે. જેમાં‎નવરાત્રી પર્વમાં 1200 જેટલા ટૂવ્હીલરો માર્ગો પર આવ્યા હતાં.‎