જામનગરથી છેલ્લા ૨૫ વર્ષથી નિયમિત પ્રકાશિત થઈ રહેલા રાજપૂત શક્તિ માસિકના માધ્યમથી દેશ-વિદેશના સમગ્ર ક્ષત્રિય પરિવારો સુધી સમાજના સમાચાર, પ્રસંગો અને પ્રશ્નોને પહોંચાડવાનું ભગીરથ, પ્રશંસનીય તથા અભિનંદનને પાત્ર કાર્ય કરતા જામનગરના રાજપૂત અગ્રણી અને રાજપૂત શક્તિ માસિકના તંત્રી મનુભા કે. જાડેજાના રાજપૂત સમાજને એક તાંતણે બાંધી રાખવા અને સમાજના પ્રશ્નોને વાચા આપવાના આ સેવા યજ્ઞને આજે તેમના જન્મદિવસે ઠેર-ઠેરથી રાજપૂત સમાજના આગેવાનો અને તેમના વિશાળ શુભેચ્છક વર્ગ દ્વારા બિરદાવવામાં આવી રહ્યો છે. ખુબ જ શાંત, સરળ અને મિલનસાર સ્વભાવના માલિક મનુભા કે. જાડેજા તેમના નિરોગી દીર્ઘાયું જીવનમાં તેમની અને રાજપૂત શક્તિની ઉતરોતર પ્રગતિ કરતા રહે તેમજ ઈશ્વર આપને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખ-સમૃદ્ધિ અર્પે તથા આપ સમાજની સેવા કરતા રહો તેવી હાર્દિક શુભકામનાઓ આજે તેમના જન્મદિવસ નિમિત્તે www.jamnagarnews.com દ્વારા પાઠવવામાં આવી રહેલ છે. તેમના મો.નં.૯૪૨૬૧ ૪૫૧૮૮ ઉપર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.