લાંબા સમયથી ધાર્મિક યાત્રાધામ હરિદ્વાર જવા ઈચ્છતા સોરઠ અને જૂનાગઢના ભક્તો માટે રેલવે પ્રશાસન તરફથી ખૂબ જ આનંદના સમાચાર આવ્યા છે. પવિત્ર શ્રાવણ માસ અને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને યાત્રીઓની સુવિધા માટે જૂનાગઢથી હરિદ્વાર વચ્ચે આગામી 7મી જુલાઈથી ખાસ સ્પેશિયલ ટ્રેન શરૂ થવા જઈ રહી છે. જુલાઈ મહિના દરમિયાન આ ટ્રેન કુલ 4 ફેરા (ટ્રીપ) મારશે, જેના કારણે યાત્રિકોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં અને મુસાફરી કરવામાં ભારે સરળતા રહેશે.
ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ
આ ટ્રેન શરૂ થવાના સમાચાર મળતાની સાથે જ સોરઠ પંથકના પ્રવાસીઓ અને વડીલોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. સામાન્ય રીતે જૂનાગઢથી સીધી હરિદ્વારની ટ્રેન ન હોવાને કારણે મુસાફરોએ રાજકોટ અથવા અમદાવાદ થઈને જવું પડતું હતું અથવા કનેક્ટિંગ ટ્રેનો બદલવી પડતી હતી. હવે આ સીધી સ્પેશિયલ ટ્રેન શરૂ થવાથી વરિષ્ઠ નાગરિકો, પરિવારો અને હરિદ્વાર-ઋષિકેશ જવા માંગતા શ્રદ્ધાળુઓનો સમય અને શક્તિ બંને બચશે.
ચોમાસામાં ગંગા સ્નાનનો ઉત્તમ અવસર
આગામી દિવસોમાં પવિત્ર તહેવારોની હારમાળા શરૂ થઈ રહી છે, ત્યારે હરિદ્વાર જઈને મા ગંગાના દર્શન અને સ્નાન કરવાનું અનેરું મહત્વ હોય છે. ચોમાસાના દિવસોમાં ટ્રાફિકની સમસ્યાથી બચવા રેલવેએ લીધેલો આ નિર્ણય મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
ટ્રેન શેડ્યુલ
- ટ્રેન નં. 09203 - વેરાવળથી હરિદ્વાર : દર મંગળવારે
- તારીખ: 7, 14, 21 અને 28 july
- ટ્રેન નં. 09204 - હરિદ્વારથી વેરાવળ: દર બુધવારે
- તારીખ: 8, 15, 22 અને 29 july
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ