ભારતીય ઇલેક્ટ્રિક કારોની વિદેશી બજારોમાં ધૂમ મચી છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં (જૂન ત્રિમાસિક) ભારતીય ઇ-કારની નિકાસમાં રેકોર્ડબ્રેક ઉછાળો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે મેડ-ઇન-ઇન્ડિયા ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે.
વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર, જૂન ક્વાર્ટરમાં ભારતમાંથી ઇ-કારની નિકાસ મૂલ્યની દ્રષ્ટિએ વાર્ષિક ધોરણે ૧૭ ગણી વધીને ૩૬.૯૦ કરોડ ડોલર પર પહોંચી ગઈ છે. આ જબરદસ્ત વૃદ્ધિ પાછળ યુરોપિયન બજારોમાં ભારતીય ઇ-કારની સર્જાયેલી મજબૂત માંગ મુખ્ય કારણ છે.
૧૦,૮૦૦થી વધુ કારની નિકાસ જૂન ત્રિમાસિક દરમિયાન ભારતીય ઓટો ઉત્પાદકોએ કુલ ૧૦,૮૦૨ ઇલેક્ટ્રિક કારો વિદેશી બજારોમાં મોકલી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ૭.૫ ગણી વધારે છે.
એકંદર વાહન નિકાસ ૧૫% વધી ઇલેક્ટ્રિક વાહનોની નિકાસમાં આવેલા આ સડાકાને પગલે દેશમાંથી કુલ મોટર વ્હીકલ નિકાસ ૧૫ ટકા વધીને ૨.૮૭ અબજ ડોલર નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ઇ-કાર નિકાસ ૭.૭૯ કરોડ ડોલર હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં આઠ ગણી વધીને ૭૦.૧૦ કરોડ ડોલર સુધી પહોંચી ગઈ હતી.
સ્પેન બન્યું નવું મોટું માર્કેટ મંત્રાલયના અધિકારીના જણાવ્યા મુજબ, વિદેશી ગ્રાહકો ભારતીય ઇ-કાર પર ભરોસો મૂકી રહ્યા છે. યુરોપ હાલ ભારતીય વાહનો માટે સૌથી મોટું હબ બનીને ઉભરી આવ્યું છે, જેમાં સ્પેન ભારતની ઇ-કાર માટે સૌથી ઝડપથી વધતું માર્કેટ સાબિત થઈ રહ્યું છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ