દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવતા દેશ-વિદેશના યાત્રિકો માટે સેવાભાવનું એક નવું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશનના આર્થિક અનુદાન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અનંત અંબાણીની શુભપ્રેરણાથી દ્વારકામાં યાત્રિકો માટે વિનામૂલ્યે ભોજન પ્રસાદની સેવા શરૂ કરવામાં આવી છે.
આ યાત્રિક ભોજન પ્રસાદાલયમાં દરરોજ અંદાજે 4,000 યાત્રિકોને વિનામૂલ્યે ભોજન પ્રસાદ આપવામાં આવશે. દ્વારકાધીશના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે આ સેવા કાર્યનો મુખ્ય હેતુ છે.
દ્વારકા ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ અને પંડા સમાજ દ્વારા સંચાલન
આ પ્રસાદાલયનું સંચાલન શ્રી દ્વારકા ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત, પૂજારી પરિવાર તથા સમસ્ત પંડા સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી શરૂ થયેલી આ પહેલ દ્વારા યાત્રિકોને ધાર્મિક સેવા સાથે ભોજનની સુવિધા પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.
રોજ 4,000 યાત્રિકોને ભોજન પ્રસાદ
દ્વારકાધીશના દર્શનાર્થે મોટી સંખ્યામાં યાત્રિકો દ્વારકા આવે છે. આવા શ્રદ્ધાળુઓને સરળતાથી ભોજન મળી રહે તે માટે પ્રસાદાલયમાં દરરોજ આશરે 4,000 યાત્રિકોને ભોજન પ્રસાદ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પહેલથી દ્વારકામાં આવતા યાત્રિકોને મોટી સુવિધા મળશે અને ધાર્મિક યાત્રા દરમિયાન શુદ્ધ તથા સાત્વિક ભોજનની સેવા ઉપલબ્ધ થશે. સેવા, આસ્થા અને માનવતાના સમન્વયથી શરૂ થયેલી આ પહેલ યાત્રિકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ