જામનગરના 13 વર્ષીય પ્રિયાંશુ શાહે દેવ-ગુરુની કૃપાથી માત્ર સાત દિવસમાં સંપૂર્ણ જૈન સિદ્ધચક્ર મહાપૂજન કંઠસ્થ કરી અસાધારણ યાદશક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ ત્રણ પ્રતિષ્ઠિત રેકોર્ડ સંસ્થાઓ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.
પ્રિયાંશુએ આ સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ વિવિધ સ્થળોએ જૈન સિદ્ધચક્ર મહાપૂજનની વિધિ પણ સંપન્ન કરાવી છે. જેમાં આફ્રિકાના દેશો ઉપરાંત ભારતનાં મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત અનેક રાજ્યોનો સમાવેશ થાય છે.
પ્રિયાંશુના જણાવ્યા અનુસાર, ધન-સંપત્તિનો વારસો તો ઘણા માતા-પિતા પોતાના સંતાનોને આપે છે, પરંતુ પૂજનનો અમૂલ્ય વારસો સૌને મળતો નથી. આવો વારસો તેમને તેમના ઉપકારી ગુરુ અને નાનાજી ડૉ. પ્રવીણભાઈ મહેતા પાસેથી મળ્યો છે.
તેમણે પોતાની સફળતાનો સંપૂર્ણ શ્રેય માતા નિશાબેન શાહને આપતાં જણાવ્યું કે, જન્મથી લઈને આજ સુધીની તેમની દરેક સફરમાં માતાએ તન, મન અને હૃદયથી અવિરત સાથ આપ્યો છે.
પ્રિયાંશુ શાહને મળેલી રેકોર્ડ સંસ્થાઓની માન્યતા:
-
India Book of Records: અરજી / રેફરન્સ નંબર – 62224
-
Book of World Records: અરજી નંબર – TBWR-APP-2026-CC45B762
-
International Book of Records: મેમ્બરશિપ ID – IBRXH72801, અરજી ID – IBRSTK11752
આ ઉપરાંત પ્રિયાંશુ શાહને તેમની પ્રતિભા અને સિદ્ધિઓ બદલ બાળ શતાવધાન એવોર્ડ, ‘સરસ્વતીપુત્ર’ બિરુદ તથા ‘જામનગર રત્ન’ બિરુદ પણ પ્રાપ્ત થયાં છે.
માત્ર 13 વર્ષની ઉંમરે આ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરીને પ્રિયાંશુ શાહે જામનગરનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવભેર ઉજાગર કર્યું છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ