જામનગર તા. ૧૯: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ દ્વાર ભારત સરકારના વીજ મંત્રાલયની આસિસ્ટન્ટ ઈન ડીપ્લોઈંગ એનર્જી એફીસીયન્ટ ટેકનોલોજીસ ઈન ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ્સ યોજના હેઠળ ઉર્જા કાર્યક્ષમ ટેકનોલોજી અપનાવવા અંગે તા. ર૧-૧૧-ર૦ર૬ ના સાંજે ૪.૩૦ થી ૮.૩૦ વાગ્યા સુધી ચેમ્બર હોલમાં બ્રાસ સેક્ટરના એમએસઆઈ એકમો માટે કલસ્ટર લેવલન માર્ગદર્શક (કન્સલ્ટેશન) સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનું આયોજન આઈસીએફ કન્સલ્ટિંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા યુએનઈપી, ઈઈએસએલ અને આઈઆઈઈસી ના સહયોગથી કરવામાં આવ્યું છે. જ્યારે આ ચેમ્બર આઉટરીય પાર્ટનગર તરીકે જોડાયેલ છે.
અડીટાઈ યોજના ઊર્જા કાર્યક્ષમતા બ્યુરો (બઈઈ) દ્વારા અમલમં મૂકવામં આવી રહી છે. જેમાં એનર્જિ એફિશિયન્સી સર્વિસિસ લિમિટેડ (ઈઈએસએલ) પ્રોજેક્ટ મેનેજમેન્ટ એજન્સી તરીકે કાર્ય કરે છે. બ્રાસ સેક્ટર સહિત ૧૪ ઊર્જા-સઘન ક્ષેત્રોમાં એમએસએમઈ એકમોમાં ઊર્જા - કાર્યક્ષમ ટેકનોલોજી અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા નાણાકીય અને ટેકનિકલ સહાય પૂરી પાડવી એ આ યોજનાનો મુખ્ય હેતુ છે.
આ સેમિનારમાં બ્રાસ સેક્ટરના એમએસએમઈ ઉદ્યોગકારો, ઉદ્યોગ સંગઠનો, નાણાકીય સંસ્થાઓ, એનર્જી ઓડિટરો તથા અન્ય સંબંધિત હિતધારકો ભાગ લઈ શકશે. સેમિનારમાં ભાગ લેવા માટે કોઈ ફી રાખવામાં આવેલ નથી, એટલે કે પ્રવેશ વિનામૂલ્યે છે. આ ચેમ્બર જામનગરના તમામ બ્રાસ ઉદ્યોગકારો તથા સંબંધિત હિતધારકોને આ સેમિનારમં ઉપસ્થિત રહી ઊર્જા બચત અને ઉત્પાદન ખર્ચ ઘટાડવાની આ તકનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
નોંધણી તથા વધુ માહિતી માટે કુમાર શિવમ (આઈસીએફ): મો. +૯૧ ૮૯પપ૩ર૦૬ર૭, સોમા એસ.બી. (ઈઈએસએલ) મો. +૯૧ ૯૪૪૮૯૨૯૮૮૫, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મો. +૯૧ ૯૪૨૮૭૨૭૬૨૩ નો સંપર્ક કરવો.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ