આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે એક અદભુત અને રહસ્યમય મોડેલે સમગ્ર વિશ્વના ડેવલપર્સ અને ટેક પ્રોફેસનલ્સનું ધ્યાન ખેંચ્યું છે. 'ઓક્સ આલ્ફા' (Ox Alpha) નામ ધરાવતું આ નવું AI મોડેલ કોઈ અગ્રણી બ્રાન્ડ કે કંપનીના નામ વિના જ લોકપ્રિય AI માર્કેટપ્લેસ 'ઓપનરાઉટર' (OpenRouter) પર ઉપલબ્ધ થયું છે. આ મોડેલની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ડેવલપર્સ માટે તદ્દન ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેણે આખી ટેક પ્રોફેશનલ્સની દુનિયામાં ઉત્સુકતા વધારી દીધી છે.
1 મિલિયન ફ્રી ટોકન: કોડિંગથી લઈને ઇમેજ-વીડિયો પ્રોસેસિંગમાં સુપ્રીમ ક્ષમતા આ ફ્રી AI મોડેલમાં 1 મિલિયન ટોકન તદ્દન મફતમાં આપવામાં આવે છે. આ સુવિધાને કારણે તે એક જ સેશનમાં ખૂબ જ વિશાળ અને જટિલ કોડબેઝને સરળતાથી હેન્ડલ કરવાની તાકાત ધરાવે છે. ઓક્સ આલ્ફા મોડેલ માત્ર ટેક્સ્ટ જ નહીં, પરંતુ ઇમેજ અને વીડિયો ઇનપુટ્સને પણ ઝડપથી પ્રોસેસ કરી શકે છે. ખાસ કરીને જટિલ કોડિંગ, તાર્કિક રિઝનિંગ અને લાંબા સમય સુધી ચાલતા AI એજન્ટ ટાસ્ક માટે તેને ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. ઓપનકોડ દ્વારા હાલમાં આ મોડેલ એક અઠવાડિયા માટે અનલિમિટેડ ફ્રી એક્સેસ સાથે ઓફર કરવામાં આવી રહ્યું છે.
સ્ટ્રાઇપના સીઈઓએ વખાણ્યા, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ ગ્લોબલ ફાઇનાન્સિયલ પ્લેટફોર્મ 'સ્ટ્રાઇપ' (Stripe)ના સીઈઓ પેટ્રીક કોલિસને સોશિયલ મીડિયા પર આ AI મોડેલની કાર્યક્ષમતા અને ક્ષમતાના મુક્ત મને વખાણ કર્યા હતા. તેમણે ઓક્સ આલ્ફાની કામગીરીને શ્રેષ્ઠ ગણાવતા જ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને ટેક ફોરમ્સ પર આ મોડેલ વાયરલ થઈ ગયું છે.
ડેટા પ્રાઇવસી અંગે સાઇટની સ્પષ્ટતા ઓક્સ આલ્ફા AIની અધિકૃત સાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, વેબ ચેટ દરમિયાન વપરાશકર્તાઓ સાથે થતી તમામ વાતચીત તેમના પોતાના સર્વર પર સ્ટોર (સેવ) કરવામાં આવતી નથી, જે પ્રાઇવસીની દ્રષ્ટિએ સારો સંકેત છે. જોકે, સાઇટ પર એ બાબતની પણ ચોખવટ કરવામાં આવી છે કે યુઝર્સ દ્વારા મોકલવામાં આવતા મેસેજ અપસ્ટ્રીમ મોડેલ API મારફતે જ પ્રોસેસ કરવામાં આવે છે
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ