ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામના ફાઉન્ડર અને સીઇઓ પાવેલ ડુરોવે એક સણસણતી જાહેરાત કરી છે. કંપનીએ નવાં ટોપ-લેવલ ડોમેન .gram માટે સત્તાવાર અરજી કરી છે. જો આ અરજીને મંજૂરી મળશે તો તમામ ટેલિગ્રામ યુઝર્સને ફ્રી વેબસાઇટ અને પર્સનલ ડોમેન સર્વિસ પૂરી પાડવામાં આવશે. એટલે કે ભવિષ્યમાં કોઈપણ યુઝર એક પણ રૂપિયો ખર્ચ્યા વિના પોતાની પર્સનલ વેબસાઇટ ચલાવી શકશે.
100 કરોડ યુઝર્સના યુઝરનેમ જ બનશે વેબસાઇટ URL
.gram ડોમેન મળ્યા બાદ કંપનીના આશરે 100 કરોડ યુઝર્સ પોતાના નામથી 'સેકન્ડ-લેવલ ડોમેન' બનાવી શકશે. જેનાથી યુઝરના ટેલિગ્રામ હેન્ડલ અને ઇન્ટરનેટ પર તેની ડિજિટલ પ્રોફાઇલ વચ્ચેનું અંતર પૂરાઈ જશે.
-
ICANNની મંજૂરી બાદ શરૂ થશે સુવિધા: ઇન્ટરનેટ નેમ સિસ્ટમનું સંચાલન કરતી સંસ્થા ICANN (ઈન્ટરનેટ કોર્પોરેશન ફોર એસાઈન્ડ નેમ્સ એન્ડ નંબર્સ) દ્વારા મંજૂરી મળ્યા બાદ જ
yourname.gramજેવી સર્વિસ સત્તાવાર રીતે લાઈવ થશે.
માત્ર એક AI પ્રોમ્પ્ટથી ફ્રીમાં તૈયાર થશે ઇન્ટરેક્ટિવ વેબસાઇટ
સામાન્ય રીતે AIથી વેબસાઇટ બનાવ્યા બાદ ડોમેન અને વેબ હોસ્ટિંગ માટે પૈસા ચૂકવવા પડે છે, પરંતુ ટેલિગ્રામ આ સેવા તદ્દન મફત આપશે.
- તદ્દન મફત સેવા: યુઝર્સે ડોમેન કે હોસ્ટિંગ માટે કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે.
- સિંગલ AI પ્રોમ્પ્ટ: માત્ર એક જ પ્રોમ્પ્ટ આપીને યુઝર્સ પોતાની ઈન્ટરેક્ટિવ વેબસાઈટ સેકન્ડોમાં તૈયાર કરી શકશે.
- ડાયરેક્ટ હોસ્ટિંગ: આ તમામ વેબસાઈટ્સનું હોસ્ટિંગ સીધું ટેલિગ્રામ જ પૂરું પાડશે.
મેસેજિંગ એપમાંથી ‘સુપર-એપ’ બનવા તરફ ટેલિગ્રામ
ટેલિગ્રામ હવે માત્ર વોટ્સએપ જેવી ચેટિંગ એપ ન રહેતા એક વિશાળ મલ્ટી-ફંક્શનલ પ્લેટફોર્મ બની રહ્યું છે.
- ઇન-બિલ્ટ બ્રાઉઝર અને મિની એપ સ્ટોર: ટેલિગ્રામે અગાઉથી જ પોતાનું બ્રાઉઝર અને મિની એપ સ્ટોર શરૂ કરી દીધું છે, જે TON બ્લોકચેઇન આધારિત વેબસાઇટ્સને સપોર્ટ કરે છે.
- .gram બનશે નવો માઇલસ્ટોન: અગાઉ યુઝરનેમને લિંક તરીકે વાપરવા
username.t.meસપોર્ટ આપ્યા બાદ હવે .gram આ દિશામાં મોટું પગલું છે. - AI ટૂલ્સ અને રિચ ટેક્સ્ટ એડિટર: પ્લેટફોર્મમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રિચ ટેક્સ્ટ એડિટર જેવાં સુવિધાયુક્ત ટૂલ્સ ઝડપથી ઉમેરવામાં આવી રહ્યાં છે.
ચેટ, ચેનલ્સ, બોટ્સ, મિની એપ્સ અને હવે ફ્રી પર્સનલ ડોમેન સાથે ટેલિગ્રામ ડિજિટલ વર્લ્ડમાં એક 'સંપૂર્ણ ઇન્ટરનેટ હબ' બનવા તરફ આગળ વધી રહ્યું છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ