કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા કરોડો નોકરિયાતો અને પેન્શનરોની સુવિધા માટે એક નવી અને અત્યંત ઉપયોગી વોટ્સએપ સર્વિસ તેમજ સત્તાવાર ચેનલ લોન્ચ કરવામાં આવી છે. હવે પીએફ બેલેન્સ જોવા કે ક્લેમનું સ્ટેટસ ચકાસવા માટે સભ્યોએ પોર્ટલ પર લોગિન કરવાની કોઈ જરૂર રહેશે નહીં. સભ્યો માત્ર એક 'Hello' મોકલીને પોતાના પીએફ ખાતા સંબંધિત તમામ માહિતી પોતાના મોબાઈલ પર મેળવી શકશે. આ નવી સેવા અંગેની માહિતી ઈપીએફઓએ પોતાના સત્તાવાર X (ટ્વિટર) હેન્ડલ પરથી આપી છે.
વોટ્સએપ પર મળતી મુખ્ય સેવાઓ
| સેવા / વિગત | મેળવો આ સુવિધા |
| PF બેલેન્સ | તમારા ખાતામાં જમા થયેલી કુલ રકમની નવીનતમ માહિતી. |
| છેલ્લા ૫ વ્યવહારો | એકાઉન્ટમાં થયેલા તાજેતરના 5 ટ્રાન્ઝેક્શનનું વિવરણ. |
| ક્લેમ સ્ટેટસ | પીએફ ઉપાડ અથવા ટ્રાન્સફર અરજીનું લાઈવ સ્ટેટસ ટ્રેકિંગ. |
| નવી અપડેટ્સ | પેન્શનરો અને કર્મચારીઓ માટે EPFOની તમામ માર્ગદર્શિકાઓ અને સૂચનાઓ. |
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ