અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અભિરુચિ કસોટી (TAT-HS)ની મુખ્ય પરીક્ષા યોજાવા જઈ રહી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષામાં પ્રિલિમિનરી કસોટીમાં સફળ થયેલા કુલ 51,971 ઉમેદવારો ભાગ લેશે. રાજ્યભરના 279 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
TAT HS મુખ્ય પરીક્ષાની રાજ્યભરમાં તૈયારીઓ પૂર્ણ: 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા, 21 વિષયોના શિક્ષકો માટે તંત્ર સક્રિય બન્યું.
Nirav Kamdar
08 Aug, 2026 | 10:26 AM
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ